Wednesday, 25 March 2020

કોરોના સામે જંગ લડી રહેલા ડૉક્ટરોની હાલત દયનીય, ફોટો જોઈ કાંપી જશે રુહ

કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે, દુનિયાને આ સમયમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યા છે, પરંતુ જો આ સમયમાં જો આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે તો, તે છે ડૉક્ટર્સ અને નર્સ. આ વાયરસથી સંક્રમિત લોકોને બચાવવા માટે આ લોકો કેટલાય દિવસોથી સતત કામ કરી રહ્યા છે. એવામાં આ ડૉક્ટરના ચહેરાઓ પરથી માસ્ક હટાવીને જોઈએ તો, એક પળ માટે આપણી રુહ કાંપી જાય છે.

કોરોના વાયરસ સાથે દિવસ-રાત લડી રહેલી નર્સે પોતાના ચહેરા પરથી જ્યારે માસ્ક હટાવ્યુ તો, તેણી ખૂબ જ હેરાન રહી ગઈ છે. આ સંક્રમણે ન તો માત્ર લોકોના ચહેરાઓ પર નિશાન છોડ્યુ છે, પરંતુ તેમના દિલ અને દિમાગમાં પણ ઊંડી અસર પાડી છે.

કોરોના વાયરસના સંક્રમણથી દુનિયામાં 15,873 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 3 લાખ 50 હજારથી વધારે લોકો સંક્રમિત છે. આ વાયરસથી સંક્રમિત લોકોની સારવાર દરમિયાન ઘણા ડૉક્ટર્સ પણ સંક્રમિત થઈ ગયા છે.

આ ફોટો પાકિસ્તાનની સાંસદ નાઝ બલોચે પોતાની ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે લખ્યુ છે કે, Scars for humanity in the line of duty. નાઝે આ ડૉક્ટરો અને નર્સની હિંમ્મતને સલામ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કોરોનાથી 800 થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. અહીંયા અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. બાકી દેશની જેમ જ પાકિસ્તાને પણ પોતાની સીમાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

નાજની આ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ પર કરી છે. એક યૂઝર્સે આ ડૉક્ટર અને નર્સને સેલ્યૂટ કર્યુ છે. એક યૂઝરે લખ્યુ કે, ભગવાન આ લોકોની સાથે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કર

Load disqus comments

0 Comments